જાનાર તો અહીંથી જતા રહ્યાં પણ ગુણલા એના સાંભરે, ૧/૧

જાનાર તો અહીંથી જતા રહ્યાં, પણ ગુણલા એના સાંભરે, 
પળ એક નથી એ ભુલાતા, સંભારીને દિલ બહુ રડ્યા કરે.. જાનાર૦ ટેક.
જાનાર તો પાછા આવે નહિ, ધરને તૂં ધીરજ દુઃખી મનવા, 
ભગવાનના પ્યારા એ થઇ રહ્યાં, એ સત્ય અનાદિ સમજ મનવા, 
આવ્યા જે અહિ તે જાવાના, કુદરતનો નિયમ આ ના ફરે... જાનાર-૧
છાના રે રહો કોઇ રોશો નહિ, તન-મનને સ્વસ્થ કરી લો જરા, 
આ દુનીયા તો એક સપનું છે, સપનાને હૃદયથી સમજો જરા, 
સમજો તો શાંતિ થાશે મને, સમજવું તો પડશે આખરે... જાનાર-૨
ભલે લાખો લૂંટાવો કે શોક કરો, થાવાનું હતું તે થઇ ગયું, 
એ તત્વ હતું આખિર જેનું, હતું જેનું તેનું તે થઇ રહ્યું, 
હવે માલીકી છોડી દ્યો જ્ઞાનજીવન, કરો કરવાનું છે તે આદરે... જાનાર-૩ 

મૂળ પદ

જાનાર તો અહીંથી જતા રહ્યાં

મળતા રાગ

બાબુલ કી દુવાયે લેતી જા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0