જોડ બની રે મારે જોડ બની, હેલી છોગાળા સંગાથે મારે જોડી બની ૩/૪

જોડ બની રે મારે જોડ બની, હેલી છોગાળા સંગાથે મારે જોડી બની. ટેક.
હું વહાલાને વહાલો, મારે હૈડાનો હાર ;
છોગાળા સંગાથે નિત, નવલો વિહાર. જો૦ ૧
હું વહાલાને કાજે ગુંથું છોગલા કાજુ ;
વહાલો મારો ગુંથી બાંધે ફૂલના બાજુ. જો૦ ર
ગોવાળાને સંગે રાતો, ઉમંગ ભર્યો.
ઉછંગે લેઇને ઉર ઉપર ધર્યો. જો૦ ૩
પ્રીત કરે તેથી ક્ષણ ન રહે પરો ;
બ્રહ્માનંદનો સ્વામી વહાલો, ચતુર ખરો. જો૦ ૪

મૂળ પદ

રંગની ઝડીરે લાગી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0