લીલા આજના અવતારની રે, કહેવા સમરથ ન થાય શેષ આજ ૪/૪

લીલા આજના અવતારની રે, કહેવા સમરથ ન થાય શેષ આજ;
ભકિત ધર્મ વૈરાગ્યને રે, કીધા તરૂણ વેશ આજ;
લીલા આજના અવતારની રે..... ટેક ૧
બ્રહ્મવિદ્યામાં ભેદ કરી રે, જીવનમુક્ત કર્યા જીવ આજ;
યોગ અષ્ટાંગ દેઇને રે, ભૌતિકદેહ કર્યા દિવ્ય આજ;
લીલા આજના અવતારની રે..... ર
ધરા ઉપર ધર્મ રાખવા રે, બાંધ્યા સુંદર ચારે ધાંમ આજ;
સત્યુગ વર્તાવ્યો સત્સંગમાં રે, કરોડો જીવ કર્યા નિષ્કામ આજ;
લીલા આજના અવતારની રે..... ૩
સુલભ સમાધી છે સર્વનેરે, જે કોઇ સત્સંગમાં નરનાર આજ
આવરણ ભેદી બ્રહ્મમહોલમાં રે, જાય હજારો હજાર આજ;
લીલા આજના અવતારની રે..... ૪
ભવ સાગર તરવા અર્થે રચ્યું રે, સત્સંગરૂપી નૌતમ નાવ આજ
ભૂમાનંદનો સ્વામી મળ્યા રે, મનુષ્ય દેહધર્યાનો લાવ આજ;
લીલા આજના અવતારની રે..... પ

મૂળ પદ

વાલો વાસી વૈકુંઠના રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0