આવો વાલાજી, ઓરા આવો વાલાજી ૨/૪

 

આવો વાલાજી, ઓરા આવો વાલાજી; 
ગીરધર ગોઠડી કીજીયે રે,ઓરા આવો વાલાજી...
ભેટો તો ભય ટળે રે ભવનો,
જનમ સુફલ કરી લીજીયે રે; ઓરા આવો વાલાજી..
આશય કહું મારો આવો એકાંતમાં,
અધરામૃત પીજીયે રે; ઓરા આવો વાલાજી...
સુખના સાગર વાલા સંગે તમારે,
જેમ રાખો તેમ રીજીયે રે; ઓરા આવો વાલાજી...
તન મન ધન લઇ સર્વ તમને,
અરપણ કરી દીજીયે રે; ઓરા આવો વાલાજી...
ભૂમાનંદ કહે વાલા તમારે,
રંગે રસબસ ભીજીયે રે; ઓરા આવો વાલાજી...  

મૂળ પદ

સૈયરો સજની

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
2
8