જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે, જીવ જોને તપાસી તારૂં કુણ છે રે ૧/૪

જેને અર્થે જીવીત ખોઇ જાય છે રે..... ટેક
જીવ જોને તપાસી તારૂં કુણ છે રે, હેતુ હરિ વિના જગમાંઇ,
જેનું પોષણ કરે છે પ્રભુ વિસરીરે, દગા ઘાતો ઘણા ઉર લાઇ.
ભાઇ ભગીની ભાણેજ દારા દિકરા રે, માત માસી મામોને મિત્ર;
તે સર્વે રહ્યાં માયા તણાં રે, પુણ્ય હરશે તારૂં કરી પ્રીત.
કુળ કુટુંબ માનીને માયરૂ રે, સદા કરે છે જેનું સનમાન;
અંતકાળે આવી એજ લુંટશે રે, દેશે ફુટી દોણી તુંને દાન.
ગજ ઘોડા મેના વેલ મેડીયો રે, મેલી જાવું ધરા ધન ધામ;
ભૂમાનંદ કહે ભર્યા ભંડારમાં રે, સંગે આવે ન એક બદામ. ૪ 

મૂળ પદ

જેને અર્થે જીવીત ખોઇ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0