ના રોશો કોઇ તમે, ના પાડો આંસુ તમે ૧/૧

ના રોશો કોઇ તમે, ના પાડો આંસુ તમે,
રાખી ધીરજ સહુ, કરો ભજન તમે...ટેક.
સંસાર છે આ સપનુ, સ્વીકારી લ્યો તમે (૨)
આવ્યાં છે તે તો જાશે (૨) વાત માની લ્યો તમે,
ના કોઇ અહીં રહ્યાં, જે આવ્યા તે સૌ ગયા...રાખી- ૧
ભગવાન આ નીયમને, પોતેય પાળે છે (૨)
શ્રીરામ-કૃષ્ણ-શ્રીજી (૨) અહી દેહ ગાળે છે,
હા હવે હરિ ભજો, મોહ માયા સૌ તજો...રાખી- ૨
કહે જ્ઞાનજીવન સુણજો, સમજીને પાછા વળજો (૨)
કરી કથા ને કીર્તન (૨) જીવન વિતાવજો,
ના કોઇ ભૂલો એ વાત, જાઉ આપણે એ વાટ...રાખી- ૩

મૂળ પદ

ના રોશો કોઇ તમે, ના પાડો આંસું તમે

મળતા રાગ

ના કોઇ ઉમંગ હૈ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0