જીવનને જોવાને ચાલો સુંદરી, ઊભા આવી વૃંદાવન મોજાર જો ૧/૪

જીવનને જોવાને ચાલો સુંદરી, ઊભા આવી વૃંદાવન મોજાર જો;
આભૂષણ પહેરીને અંગે ઓપતા, હિંડળતા ને હૈડે ધારી હાર જો...જી૦ ૧

જેની તે જોતા’તા આપણ વાટડી, આવ્યા તે તો કૃપા કરીને કાન જો;
વાલોજી વજાડે ઘેરી વાંસળી, તેમાં ગાવે છે તોડીને તાન જો...જી૦ ૨

બંસી સુણી મોહ પામ્યા મૃગલાં, વહેતાં થંભ્યાં જમુનાનાં નીર જો;
ગાયું તો ત્યાગી છે ઊભી તૃણને, વચ્છુ ભૂલી ગયા પીવું ખીર જો...જી૦ ૩

ગોકુળવાસી ગોવાળામાં ખેલતા, જોઈએ એનું મુખડું જોડી નેણ જો;
ભૂમાનંદના વાલા કેરા સાંભળો, અતિ સુખદાયક એનાં વેણ જો...જી૦ ૪
 

મૂળ પદ

જીવનને જોવાને ચાલો સુંદરી, ઊભા આવી વૃંદાવન મોજાર જો

મળતા રાગ

ધોળ ઢાળ : મોહનને ગમવાને ઇચ્છો માનની

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0