ભૂલી ગયો ભગવાન રે, જીવ જનમ્યો જે વાર ૨/૪

ભૂલી ગયો ભગવાન રે, જીવ જનમ્યો જે વાર;
જન્મ સંકટ ગયો વિસરી, સારો લાગ્યો સંસાર..... ટેક ૧
મોહ પામ્યો મા બાપમાં રે, ભાઇ ભગીનીને દાર;
દેખીને દીકરા દીકરી, કુળ કુટુંબ પરિવાર..... ર
માન પામી ફુલ્યો મનમાં રે, થયો કુળનોમજૂર;
લીધો પત્થર લોક લાજનો, ધરી નાતની ધૂર..... ૩
તણાંણો તૃષ્ણા પૂરમાં રે, નહિ જાણ્યા નારાયણ;
ભૂમાનંદ કહે ભવમાં, હાથે થયો હેરાણ..... ૪

મૂળ પદ

જોને વિચારી જીવ તું રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0