અમાવાસ્યે અમે કેમ કરી, અમાવાસ્યે અમે કેમ કરી રહેવાય રે ૧/૧

અમાવાસ્યે અમે કેમ કરી રહેવાય રેવાલાને,

તમ વિના ખાલી ગોકુળ ખાવા ધાયકહો નંદલાલાને.            

પડવે પ્રાણ અમારા રે તેમ કરજો રેવાલાને,

ઉર વિચારી મથુરા સામાં પગ ભરજોકહો નંદલાલાને.....    ર

બીજે નથી અમારે નેણ ગુજારો રેવાલાને,

ઉછેરી અમને વણ મોતે કાં મારોકહો નંદલાલાને.....              

ત્રીજે તલફે વ્રજ વનિતાનાં વૃંદરેવાલાને,

મોહન મુખ જોવા જેમ ચકોરી ચંદ્રકહો નંદલાલાને....             

ચોથે ચાતક સ્વાંત તણું જળ પીવેરેવાલાને,

તેમ તમને જોઇને યુવતીઓ જીવેકહો નંદલાલાને......           

પાંચમે પરવશ અમને મા જાશો મેલીરેવાલાને,

અમ અબળાને બીજો નથીકોઇ બેલીકહો નંદલાલાને......       

છઠે લેખ લખ્યા અમારા અવળારેવાલાને,

રસિયા રહો તો સર્વે થઇ જોય સવળાકહો નંદલાલાને......     

સાતમે સુખના સાગરમાંથી કાઢી રેવાલાને,

વિષ કૂવે મેલો માં વ્રત વાઢીકહો નંદલાલાને......            

આઠમે મેલી અલબેલો ન જાય રેવાલાને,

સુના મંદિરીયે અમને ન સુવાયકહો નંદલાલાને......          ૯

નોમે નવ જોબન જાળવ્યું જે કાજરેવાલાને,

તમ વિના તે થાય નરકનો સાજકહો નંદલાલાને......             ૧૦

દશમે સુખ દીધું મંદિરમાં મહાલી રેવાલાને

દાઝે દીલમાં ખાટ દેખીને ખાલીકહો નંદલાલાને......         ૧૧

એકાદશી દેવ ઉઠણી ઉત્સવ દિનરેવાલાને,

શોક અમારે અંતર રહે તમ વિન. કહો નંદલાલાને......            ૧ર

બારસે બહુ હેત કરી બળવીર રેવાલાને,

રહે આંખો આગે સુંદરશ્યામ શરીરકહો નંદલાલાને......          ૧૩

તેરસ પીવા ચિત અમારૂં ચાય રેવાલાને,

અધરામૃત એકાંતે આવી પાય , કહો નંદલાલાને......               ૧૪

ચૌદશ કાળીને આદિત વાર રેવાલાને,

એ નહિ આવે અમારે અવસર સારકહો નંદલાલાને......         ૧પ

પુનમે પરહરી જાશો માં અમને રેવાલાને,

ભૂમાનંદ કહેભામીની જોઇ જીવે તમનેકહો નંદલાલાને......    ૧૬

 

 

મૂળ પદ

અમાવાસ્‍યે અમે કેમ કરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી