એક ફૂલ ખીલીને કરમાઇ ગયું પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું ૧/૧

 

એક ફૂલ ખીલીને કરમાઇ ગયું, 
પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું, 
એક વાદળ આવીને વરસી ગયું, 
પણ ધરતીમાં શીતલતા કરતું ગયું ... એક ફૂલ૦ ટેક.
યાદ તમારી હૈયે રહિ છે, ભૂલાશે નહિ તે કોઇ દિ'ને, 
ગુણ તમારા ગાશું સદાયે, ભૂલાતા નથી એ રાત દિને, 
એક વીજળી ચમકીને છુપાઇ ગઇ, 
પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઇ... એક ફૂલ૦ ૧
તમારો ચહેરો તમારું હસવું, તમારી સુંદર છબી કેવી, 
જોવે જે જન તે મોહી જ જાયે, અતિ મનોહર હતી એવી, 
એક ગંગા આવીને વહી ગઇ, 
પણ સર્વને પાવન કરતી ગઇ ... એક ફૂલ૦ ૨
સ્મરણ તમારું અમ જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે, 
તમારી તસ્વીર જોઇએ જ્યારે, આંસું આવે છે ત્યારે ત્યારે, 
એક જ્ઞાનયજ્ઞ હવે પૂર્ણ થયો, 
પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો... એક ફૂલ૦ ૩

મૂળ પદ

એક ફૂલ ખીલીને કરમાઇ ગયું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
1