ચાલો જોવા શ્રી ઘનશ્યામ, જમુનાને તીરે રે..૧/૪

ચાલો જોવા શ્રી ઘનશ્યામ, જમુનાને તીરે રે,સંગે લઇને ગોકુળધામ, નાય નિર્મળ નીરે રે.....
વાલો વહેતા પ્રવાહમાંઇ, ઉઘાડે અંગે રે,મારે ડબકી મનોહર નાથ, નિજ સખા સંગે રે.....
કાઢી ઘેરો રાગ ગંભીર, દઇ તાળી ગાવે રે,ભરી પોશમાં નીર્મળ નીર, અન્યો અન્ય ઉડાવે રે.....
પડી વહેતે પૂરે તણાય, વેગે વ્રજવાસી રે,જોઇ જીવન રાજી થાય, કરે અતિશે હાંસીરે......
ઝાલી નિજ સખાના હાથ, સામે પુરે ચાલે રે,આજો ભૂમાનંદનો નાથ, જમુનામાં મહાલે રે..... પ 

મૂળ પદ

ચાલો જોવા શ્રી ઘનશ્યામ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0