એક રહો એક રહો હરિ મારે એક રહો બાકી બધુ દહો, ૧/૧

 

એક રહો એક રહો હરિ મારે એક રહો બાકી બધુ દહો, 
તમારી મરજીમાં નાથ મને વહો... ટેક
રાજી રહેજો પીયુ, દિલ દયા કરી, મારે તો વરવા છે, તમને જ હરિ, 
કહેવું ઘટે તે પિયા નિત્ય નિત્ય કહો... તમારી૦ ૧
શરણે આવી છું વ્હાલા, એક તમારી, રક્ષા કરજો હરિ, દયા કરી મારી, 
શુભાશુભ વાસના સર્વે મારી દહો... તમારી૦ ૨
જ્ઞાનજીવન હું દાસી તમારી, કેવળ પ્યાસી પિયા, પ્રેમની તારી, 
એવું કરો કે એક તમે મારે રહો... તમારી૦ ૩

મૂળ પદ

એક રહો એક રહો હરિ મારે એક રહો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી