અલબેલા આવો આજ મેરૈયાં લઇને, ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને .૩/૪

 અલબેલા આવો આજ, મેરૈયાં લઇને,

ઘૃત પુરૂં મેલી લાજ, સમીપે રહીને..                             ટેક
સાસુ સસરો ગામ સધાંવ્યાં, નણંદી નાનું બાલ રે,
મોહનવર મળવાનો મારે, આજ આવ્યો છે તાલ..         મેરૈયાં ૧
મેરૈયાનો મીશ લઇને, કરો પુરા કોડરે,
જીવનમુખ જોવાનો મારા, અંતરમાં છે ડોડ..                મેરૈયાં ર
મેરૈયાં સીંચવા માટે, સજીને શણગાર રે;
વાલા વાટ જોઉંછું ઉભી, આવો મારે દ્વાર..                   મેરૈયાં ૩
કાલી ચૌદશ ને આદિત્ય, આવ્યો મારે આજ રે,
ભૂમાનંદ કહે સૂને મંદિર, આપણા બેનું રાજ..               મેરૈયાં ૪
 

મૂળ પદ

સુખદાયક શ્રીમહારાજ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ભૂમાનંદ સ્વામીના કીર્તનો
Studio
Audio
0
0