નિષ્ઠાની ખામી મારી ટાળો ઘનશ્યામ૧/૨

 નિષ્ઠાની ખામી મારી ટાળો ઘનશ્યામ;
	તમારે રૂપે મને કરાવો વિરામ...ટેક.
પ્રગટ રૂપે રહું તમને સ્વીકારી;
વૃત્તિ ના જાય મારી તમ થકી બારી;
	એવું કરી દો મને જલ્દી ઘનશ્યામ...તમારે૦ ૧
સાક્ષાત રહો તમે મારે હર ઘડી;
એવા ભાવથી ઘડી જાઉં નહિ પડી;
	પ્રગટ રહોને મારે અખંડ ઘનશ્યામ...તમારે૦ ૨
રાજાધિરાજ કોટિ બ્રહ્માંડના સ્વામી;
આજ મળ્યા છે મને સહજાનંદસ્વામી;
	એવી રહોને સ્મૃતિ સતત ઘનશ્યામ...તમારે૦ ૩
જ્ઞાનજીવન માંગું વાલા પ્રગટ અંતર્યામી;
પ્રગટ નિષ્ઠાની મારી ટાળો સર્વે ખામી;
	અહં મેલીને પ્રગટ રાખું ઘનશ્યામ...તમારે૦ ૪ 
 

મૂળ પદ

નિષ્ઠાની ખામી મારી ટાળો ઘનશ્યામ

મળતા રાગ

મનનો મોરલીયો રટે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી