અલબેલે મુજને મારી આંખડી રે, જાદુ ભરેલી જોઇ જગજીવનની ૧/૪

 અલબેલે મુજને મારી આંખડી રે.......               ટેક

જાદુ ભરેલી જોઇ જગજીવનની;
લજાય છે કમળકેરી હોજી પાંખડી રે.               ૧
શું જાણું જે મુને શુંયે કરી નાંખ્યું,
રાત દિન રહે છે એની હોજી ઘાંખડી રે.             ર
અંતર માંહી અટકી છે એના,
ચરણ સરોજ કેરી હોજી ચાખડી રે.                   ૩
ભૂમાનંદ કહે ભમતી હું ડોલું,
જોગણ થઇને એ સારૂ હોજી સાંખ્યડી રે.           ૪
 

મૂળ પદ

અલબેલે મુજને મારી આંખડી રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી