વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ, સાક્ષાત મળ્યો છે મને, તું પરમાનંદ ૧/૧

વાહ ! તારી મૂર્તિ ને, વાહ ! તારો આનંદ;
	સાક્ષાત્ મળ્યો છે મને, તું પરમાનંદ...વાહ૦ ૧
સર્વેનું મૂળ છો, સર્વેનો આધાર;
	અહો અહો સુખ તારું, અપરંપાર...વાહ૦ ૨
સુખ સુખ સુખ મારે, અખંડ છે સુખ;
	તમારા પ્રતાપે મારે, કોઈ નથી દુ:ખ...વાહ૦ ૩
મોટા મોટા દેવ ઋષિ, રહ્યા જેને તાકી;
	એવા મળ્યા નાથ મારે, કાંઈ નથી બાકી...વાહ૦ ૪
ભાગ્ય મારું સુખ મારું, કહી શકે કોણ;
	મોટા મોટા ધામધામી, થઈ પડયા ગૌણ...વાહ૦ ૫
સર્વોપરી સુખકર, મળ્યા સહજાનંદ;
	તારું સુખ જ્ઞાન પામી, થયો છું હું ધન્ય ધન્ય...વાહ૦ ૬
 

મૂળ પદ

વાહ ! તારી મૂર્તિ ને, વાહ !

મળતા રાગ

ભૂપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0