આવો ઓરા વાલમ જાઉં વારી અધરામૃત પાઓને, હું છું દાસી તમારી ૩/૪

 

આવો ઓરા વાલમ જાઉં વારી, વાલમ જાઉંવારી;
અધરામૃત પાઓને, હું છું દાસી તમારી. આવો. ટેક
જીવન જોઉં વાટડી હું તો, ઉભી ઘર બારી;
સેજ મેં સુંદર ફૂલડે, તમ અર્થે સમારી.
જામો જરીનો પહેરીને, પાઘ સોનેરી ધારી;
તેમાં તોરા મેલીને ગળે, હાર હજારી.
ખોર કરૂં કેસરની માંહિ, ચંદન ઉતારી;
અત્તર ચોળું અંગમાં છેલા, સુગંધી ભારી.
દુરિજન છોને દાઝતાં, ઘોળ્યાં રહેશે સહુ હારી;
ભૂમાનંદ કહે નહિ કરૂં એની, સોબત નઠારી.  

મૂળ પદ

આવો હરિ આંગણિયે મારે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ



રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0