લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ ૧/૧

 લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ;
સહજાનંદ સ્વામી મારા સહજાનંદ સ્વામી;
	ધામના ધામી પુરુષોત્તમ, પ્રગટ પ્રભુજી આજ...સહજા૦ ટેક.
નામના નામી સ્વામી મારા બહુનામી, બહુનામી;
ધામ ધામના મુક્તો રહ્યા શીશ નામી, શીશ નામી;
	એવા સમરથ શામળિયા, હેતે કરી મળ્યા મને...સહજા૦ ૧
કોટાનકોટી મુક્તો સેવા કરી રહ્યા, કરી રહ્યા;
મહાન મોટા સુખમાં એ તો ડૂબી રહ્યા, ડૂબી રહ્યા;
	એવા સુખના સાગરિયા, જોતાં ઠરે હૈયું મારું...સહજા૦ ૨
તેજ તેજનો અંબાર મારા પ્રીતમજી, પ્રીતમજી;
વાલ્યપ કેરો દરિયો મારા વાલમજી, વાલમજી;
	જ્ઞાનજીવનના પાતળિયા, હરિ મારે હૈયે રહો...સહજા૦ ૩ 
 

મૂળ પદ

લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ

મળતા રાગ

છૂમ છૂમ બાજે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0