મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે ૧/૧

મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે (૨)
એ તો સર્વોપરિ હરિ સૌથી ન્યારા લાગે...ટેક.
ધામધામના ધામી વા'લો સહજાનંદ સ્વામી,
દીનબંધુએ ટાળી દીધી સર્વે મારી ખામી,
સદા સાથમાં રહે છે જીવ મારા લાગે...એતો૦ ૧
દયા કેરો દરિયો મારા સહજાનંદ સ્વામી,
કામ કર્યા જીવોના વા'લે રાખી નહિ ખામી,
એના ચરિત્ર તે મને બહુ સારા લાગે...એતો૦ ૨
પ્રેમ ભરેલી મૂર્તિ મારા સહજાનંદ સ્વામી,
જાણે છે પળ પળની સર્વે વ્હાલો અંતર્યામી,
કહે જ્ઞાનજીવન શ્રીજી પ્રાણ પ્યારા લાગે...એતો૦

મૂળ પદ

મારા સહજાનંદ સ્વામી મને પ્યારા લાગે

મળતા રાગ

મીઠે રસસે ભરોડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી