સ્વામી સહજાનંદજી મને વા’લા લાગે ૧/૧

સ્વામી સહજાનંદજી મને વા'લા લાગે,
દર્શન કરતા ને દુઃખ મારા ભાગે..સ્વામી૦ ટેક.
માત-પિતા બંધુ સખા, સર્વે મારે શ્રીજી,
સહજાનંદની મૂરતિ વિના, વાત ન ગમે બીજી..સ્વામી૦ ૧
દુનિયા કેરા દાવાનળમાં શ્રીહરિ ઘનશ્યામ,
સર્વે દુઃખની દવા મારે, શ્રીજી કેરુ નામ..સ્વામી૦ ૨
દુઃખ પડે જો મને તો તો, શ્રીજી દયાળુ દોડે,
રાત દિવસ વા'લો મારો, રહે મારી જોડે..સ્વામી૦ ૩
આ લોકે પરલોકે મારે, શ્રીજી સાચું નાણું,
સર્વે સુખના દાયક, હું તો શ્રીહરિને જાણું..સ્વામી૦ ૪
દયા કેરો દરિયો મારા, સહજાનંદ સ્વામી,
જ્ઞાનજીવન કહે વા'લે, ટાળી મારી ખામી..સ્વામી૦ ૫

મૂળ પદ

સ્વામી સહજાનંદજી મને વા’લા લાગે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી