ખેલત શ્રી ઘનશ્યામ. શ્રી નગર નિજધામ, ૧/૪

ખેલત શ્રી ઘનશ્યામ શ્રી નગર નિજધામ,મુનિ મંડલ સંગે શામ સલૂનો મોહન કોટીક કામ..  ખેલત ટેક
વાઘા વસંતિ પહેરકે પ્યારો, પઘીયા વસંતિ બનાઇ;કસી કમર પટહુંસે પ્રીતમ, તાલ અલૌકિક લાઇ;
ગજરા તોરા ગુચ્છ ગુલાબી, હાર રહે ઉર છાઇ;યા શોભા કેસે મેં બરનુ, શેષ રહે સંકુચાઇ..  ખેલત૧
શ્રીનગર વિચ શામ રે, અદ્‌ભૂત ખેલ મચાયો;કર કંચન પિચકારી ધરકે, શામરો છીરકન આયો;
ગાવે હોરી મુખસે મનમોહન, કરી કૂતોહલ ધાયો;નિજજનકું ભીંજવાયકે નટવર, આનંદ અધિક બઢાયો..  ખેલત ર
અબીર ગુલાલકી ઝોરીયાં ભર ભર, ધાઇ પરસ્પર ડારે,હે હોરી હે હોરી કરકે મોહન, મુખસે શબ્દ ઉચારે,
અસો ખેલ દેખનકું આયે, દેવ વિમાન નભ ઠારે,ભૂમાનંદકો નાથ વધાયત, સુમન સિર પર ઝારે..  ખેલત ૩ 

મૂળ પદ

ખેલત શ્રી ઘનશ્યામ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી