ચાલો શાંમ સુંદરવર સંગ રમીયે હોરી રે, ભરો કંકુમ કેસર રંગ માટમાં ઘોરી રે ૧/૪

ચાલો શાંમ સુંદરવર સંગ રમીયે હોરી રે,ભરો કંકુમ કેસર રંગ માટમાં ઘોરી રે... 
કરો લાલ પિચકારીયું ખેલ રંગ ભરેલી રે;ઉભા આવીને અલબેલ છોગલાં મેલી રે... 
આવો લેઇને અબિલ ગુલાલ નાથને નાખોરે,જુવો ઝળકે છે સુંદરભાલ ઉરમાં રાખોરે... 
ગળે ઘાલી ગુલાબની દાંમ રંગે ભીનો રે,જુવો ભૂમાનંદનો શામ વેશ નવિનો રે...  ૪ 

મૂળ પદ

ચાલો શાંમ સુંદરવર સંગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી