વાજે વીણાને તાલ મૃદંગ ગાવે હોરી રે, ઘેરી રહ્યાંછે ગીરધરલાલ ગોપની ટોરીરે૨/૪

વાજે વીણાને તાલ મૃદંગ ગાવે હોરી રે,
ઘેરી રહ્યાંછે ગીરધરલાલ ગોપની ટોરીરે... ૧
વાલો બાંધી વસંતી પાઘ જામો પેરી રે,
કરી કેસરના છંટકાવ મોહન લેરી રે... ર
જુવે નેણું સાંમા નેણ જીવન જોડી રે,
ચોરે માનનીયોનાં મન કર તાંન તોડી રે... ૩
હોરી રમવાનો સમાજ લઇ હરિ ઉભારે,
ભૂમાનંદ કહે જીભાએ કેસે કહું શોભા રે... ૪

મૂળ પદ

ચાલો શાંમ સુંદરવર સંગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી