રાધિકાને કોડીલો કાંન વ્રજ-જન સંગે રે, આ જોને આહિરના ભાગ્ય રમે રંગે રે ૪/૪

રાધિકાને કોડીલો કાંન વ્રજ-જન સંગે રે,
આ જોને આહિરના ભાગ્ય રમે રંગે રે... ૧
વાલો વ્રજવાસીને પાસ ફગુવા માગે રે,
જેને શિવવિરંચી શેષ ચરણે લાગે રે... ર
રમે ગોપીને ઘરોઘેર હરિવર હોરી રે,
લઇ શામલીયો સંઘાથ ગોપની ટોરી રે... ૩
ગોપ સંગે રમે ઘનશ્યામ લઇ પિચકારી રે,
ભૂમાનંદ કહે પૂરનકામ ઇચ્છા ચારી રે... ૪

મૂળ પદ

ચાલો શાંમ સુંદરવર સંગ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી