પાઘડી પેચાળી બાંધી વનમાળીરે .;મુને આવી હસીને બોલાવી સુંદરછેલ .૩/૪

પાઘડી પેચાળી બાંધી વનમાળીરે;
મુને આવી હસીને બોલાવી સુંદરછેલ. ૧
અનુપમ અંગી સુંથણી સુરંગીરે;
પહેરી પ્યારો કમર કટારો સુંદરછેલ. ર
નંગ જડયા બાજુ કુંડલીયાં કાજુ રે;
માંઇ મોતી ધરાઉં નહિ જોતી સુંદરછેલ. ૩
હૈયે હાર લહેકે મનોહર મહેકેરે;
ભૂમાનંદ સેવે મકરંદ સુંદરછેલ. ૪

મૂળ પદ

વ્રજનો નિવાસી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
6
0