તમે જ કરતા છો તમે જ હર્તા તમે જ છો મારા પોષણ કરતા ૧/૧

તમે જ કરતા છો તમે જ હર્તા,
તમે જ છો મારા પોષણ કરતા...૧
મહા સમરથ છો પ્રાણપતિ મારા,
અણું અણુંમાં છે તારા ઉતારા...૨
હું તમ બાળ રખેવાળ તમે મારા,
રક્ષા કરો છો વાલા તમે એકધારા...૩
નિશ્ચય છે મારે તમારો પાકો,
સાથે છો તમે મારો વાળ ન થાય વાંકો...૪
વિોંેંાસ મને વ્હાલા રહેજો તમારો,
આનંદે રહી જોઉં લીલા એકધારો...૫
ચિંતા કરુ તો હજુ જાણ્યા નથી તમને,
રહેવું છે હવે સદા આનંદી મને...૬
સદા છીએ સાથે તવ સાથે રહેશું,
એવો તવ વર પામી ચિંતા હવે શું...૭
તારી ઇચ્છા એજ મારી ઇચ્છા કરી રાખું,
તારા ઉપર વાલા મારા પ્રાણ વારી નાખું...૮
તારી મરજી વિના કોઇથી થાય નહિ કાંઇ,
હવે શું કરવાને મરું હું મુંઝાઇ...૯
રજ એક રૂચી તુંથી જુદી નથી રાખવી,
જે જે કરો તમે તેમાં વાહ વાહ રાખવી...૧૦
જે જે ધારો તે તમે કરવા સમર્થ,
જાણું છું એવા તેથી ચિંતા મારી વ્યર્થ...૧૧
તમારાં ગમતામાં વ્હાલા ભલે પડે દુઃખ,
મરજી લોપીને મારે નથી જોઇતું સુખ...૧૨
તમારી મરજીમાં ભલે પડે અતિ દુઃખ,
રાજી કરવા તમને માનું તેને જ સુખ...૧૩
મુશ્કેલીઓ ભલે પડે પ્રભુ લાખો,
વ્હાલા બસ એક મને વ્હાલો કરી રાખો...૧૪
જાણું જો હું તમને તો કદિ ના મુંઝાવું,
આનંદ યુકત મને પ્રેમે ગુણો ગાવું...૧૫
ચિંતા શું કરું હું તો સમરથ પામી,
ધીરજ રાખી ભજું જ્ઞાનનો સ્વામી...૧૬

મૂળ પદ

તમે જ કરતા છો તમે જ હર્તા

મળતા રાગ

પ્રગટ થયા પ્રભુ છપૈયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી