આજ મેરો જન્મ સુફલ થયો, વર્યા વર અવિનાશી,..૨/૪

 આજ મેરો જન્મ સુફલ થયો, વર્યા વર અવિનાશી,

અખંડ સોહાગણ હું થઇ, કાપી કાળની ફાંસી.          ૧
અધરામૃત એકાંતમાં, પીધું સર્વ સુખકારી,
ચરણકમળ ચાંપી છાતીમાં, ભુજદંડ શિરધારી.       ર
દુર્લભ બ્રહ્માદિકને, સહજે સુલભ થઇને,
કરે વારંવાર વાર્તા, કોડીલો કર ગ્રહીને.                   ૩
જે સુખ પામી ગોપીયો જાણી અંતરજામી,
તે સુખ લેવા મેં વર્યા, ભૂમાનંદનો સ્વામી.                ૪
 

મૂળ પદ

આજ મળ્‍યું ફળ આંખનું

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી