અક્ષર પર હરિ શ્રીજી મહારાજ રાજ આવીને મારે મનડે વસ્યા ૧/૧

અક્ષર પર હરિ શ્રીજી મહારાજ, 
રાજ આવીને મારે મનડે વસ્યા...                      ટેક.
પૃથ્વીમાં ફરી પ્યારા સંતો બનાવ્યા, 
અ.ભૂ.વ.ધો.જુ.ગ.માં વ્હાલે ધામ બંધાવ્યા, 
બ્રહ્મપુરમાં જીવો પહોંચાડ્યા મહારાજ...           રાજ૦ ૧
શહેરે ફરીને વાલે સતસંગ સ્થાપ્યો, 
પરચા પુરીને વાલે કુસંગ કાપ્યો, 
અમદાવાદમાં નરનારાયણ સ્થાપ્યા મહારાજ..રાજ૦ ૨
કચ્છમાં ફરી વાલે બહુ કામ કીધા, 
લાખો લોકોને વાલે ઘણા સુખ દીધા, 
ભૂજપુરમાં નરનારાયણ સ્થાપ્યા મહારાજ...     રાજ૦ ૩
ચરોતરમાં વાલે ખૂબ ઉત્સવો કીધા, 
જોબનપગીના બધા પાપ બાળી દીધા, 
વડતાલમાં લક્ષ્મીનારાયણ સ્થાપ્યા મહારાજ...રાજ૦ ૪
ભાલ પ્રદેશે પ્રભુ અતિશે પધાર્યા, 
ભાવિક ભકતોના વાલે ભાવો સ્વીકાર્યા, 
ધોલેરામાં મદનમોહન સ્થાપ્યા મહારાજ...       રાજ૦ ૫
સોરઠમાં મારે વાલે સમાધી કરાવી, 
મોટા જબ્બર મતપંથો હરાવી, 
જૂનાગઢમાં રાધારમણ સ્થાપ્યા મહારાજ...       રાજ૦ ૬
પાંચાળદેશ અતિ વાલો હરિને, 
જ્ઞાનનો નાથ રહ્યાં ઘર કરીને, 
ગઢપુરમાં ગોપીનાથ સ્થાપ્યા મહારાજ...         રાજ૦ ૭ 

મૂળ પદ

અક્ષર પર હરિ શ્રીજી મહારાજ રાજ આવીને મારે મનડે વસ્યા

મળતા રાગ

છપૈયાના વાસી મારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી