આ સંસારમાં આવીને તેં, શું કરી કમાઇરે..૪/૪

 આ સંસારમાં આવીને તેં, શું કરી કમાઇરે;

પ્રભુપુજાનો અવસર નાવ્યો, જાઇશ ગાંઠ ગુમાઇરે.       ૧
સગાં તારાં સ્વારથીયાં છે, સુત દારા નિજ ભાઇરે;
હેત દેખાડીને હરશે તારૂં, ધન દોલતદુઃખદાઇરે.           ર
મારૂં મારૂં કહીને મેલ્યું, ધન તેં ધુતી ધાઇરે;
એળે અવતાર ખોઇને ચાલ્યો, તૃષ્ણાપુરે તણાઇરે.        ૩
રીલે કારજ કહું છું તારૂં, જીવનના જશ ગાઇરે;
ભૂમાનંદ કહે સત્સંગ જાન્હવી, વહેતીમાં લે નાઇરે.       ૪
 

મૂળ પદ

જાગીને જપ જાપ પ્રભુનો

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી