આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા, મારે ઘેરે આજે તો લીલા લે'ર છે ૧/૧

લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી - એ રાગ

આવ્યા સંતો આવ્યાશ્રીજીને સાથે લાવ્યા
મારે ઘેરે આજે તો લીલા લે'ર છે.   ટેક.
ફાવ્યા અલ્યા ફાવ્યાઆજ સંતો ઘેર આવ્યા.   મારે૦
લાવો પુષ્પો લાવોહરિ સંતને વધાવો...            મારે૦ ૧
લાવો બિછાના અત્રપવિત્ર કોરા વસ્ત્ર...              મારે૦
હાલો જલ્દી સર્વમૂકીને મનનો ગર્વ...                મારે૦ ૨
લ્યો પૂજાની થાળીપૂજોને વનમાળી...              મારે૦
ધરોને રૂડો થાળવાનગી રૂડી રસાળ...              મારે૦ ૩
શ્રીજી કેરા ભાલેકરોને ચંદ્રક વ્હાલે...                મારે૦
પ્રીતે ચોખા ચોડોહરિમાં મન જોડો...                મારે૦ ૪
લાવોને પુષ્પહારપહેરાવો કરી પ્યાર...            મારે૦
કરોને નમસ્કારહરિ સંતને અપાર...                મારે૦ ૫
માનીને ભાગ્ય મોટાનમોને છોટા મોટા...        મારે૦
આરતિ ઉતારોહરિને હૈયે ધારો...                    મારે૦ ૬
આવોને સર્વે જનકરો ભાવથી દર્શન...            મારે૦  
જ્ઞાન કહે નાથરહોને સદા સાથ....                  મારે૦ ૭

મૂળ પદ

આવ્યા સંતો આવ્યા, શ્રીજીને સાથે લાવ્યા,

મળતા રાગ

આવી તારે દ્વાર લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0