આજ મારે આનંદ ઉરમાં ન માય રે..૨/૪

 આજ મારે આનંદ ઉરમાં ન માય રે,

મુખ જોઇ જીવનનું સુખથાયરે.           ૧
વાલાજીના વદન કમળ પર વારી રે,
રાખું મારા અંતરમાંઇ ઉતારી રે.         ર
હવે હું તો સુખના સાગરમાં ડુબીરે,
કરૂ અતિ રહાવનને સંગ ખુબીરે.        ૩
કર સાહ્યો સુંદરવર છોગાલેરે,
ભૂમાનંદ ઓઘ આનંદના ભાલેરે.       ૪
 

મૂળ પદ

ધન ઘડી ધન ધન

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી