પડવે પ્રાણ હરીને પીવ અમારાં જાય છેરે લોલ ૧/૧

પડવે પ્રાણ હરીને પીવ, અમારાં જાય છેરે લોલ;
જોયા વિના ઝંખે અતી જીવ, નિરદેહી થાય છે રે લાલ. ૧
બીજે બહુ દેખાડુ દુઃખ, વાલે વિજોગનું રે લોલ;
જીવ હું જોઇને એનું મુખ, મેટન ભવ રોગનુંરે લાલ. ર
ત્રીજે તલફે મારૂ તન, મોહન ક્યારે મળું રે લોલ;
ઘરમાં ઘડીયે ન ગોઠે મન, વિરહને તાપે બળુ રે લોલ. ૩
ચોથે ચિત્તમાં ચિંતા થાય, મોહન ક્યારે આવશે રે લાલ;
બલવીરઝાલી મારી બાંય, હસિ બોલાવશેરે લાલ. ૪
પાંચમે જોઉં પિયાની વાટ, ઉભી ઘર બારણેરે લોલ.
દાઝે દીલ દેખી ખાલી ખાટ, નાવ્યા શા કારણેરે લોલ. પ
છઠીયે લખ્યા અવળા આંક, કપાળમાં કેમ ટળે રે લોલ;
વાલે જોયો મુજમાં વાંક, પાછા હવે નહિ વળે રે લોલ. ૬
સાતમે શ્યામ વિયોગે શોક, અતિશે થાય છેરે લોલ;
સુનાં દીસે ચૌદે લોકે, મંદિર ખાવા ધાય છેરે લોલ. ૭
આઠમે અલબેલાને કાજ, રાખ્યા છે પ્રાણનેરે લોલ;
આવે જો મેર કરી મહારાજ, કહીયે સુજાણનેરે લોલ. ૮
નોમે નવ જોબન મારૂં જાય, પીયુ પરદેશમાં રે લોલ;
ગયા મેલી મેલાપ કેમ થાય, વિનતા વેશમાંરે લોલ. ૯
દશમેં દિલના દુઃખની વાત, કેની આગે કૈયે રે લોલ;
દાઝે દિવસને વળી રાત, મનમેં સમજી રૈયેરે લોલ. ૧૦
એકાદશી આવી ઉછવનો દિન, ઉભી જોઉં વાટડીરે લોલ;
પેરી વસન ભૂષણ નવિન, ઓઢીને ઘાટડીરે લોલ. ૧૧
દ્વાદશીયે દીધું એકાંતે સુખ, વિસાર્યું ન વિસરે રેલોલ;
સંભારૂતો દીલમાં થાય દુઃખ, જીવત કેમ નિસરે રે લોલ. ૧ર
તેરસ પીવાની મુને પ્યાસ, અંતરમાં અતિઘણીરે લોલ;
બોલાવતા બાંય ગ્રહી જુત હાસ, રસિક શિરોમણીરે લોલ. ૧૩
ચૌદશે ચપળ નયણની ચોટ મોહન મારી ગયારે લોલ;
કરને લટકે કરી લોટ પોટ, વાલો વેગળા રહ્યાંરે લોલ.૧૪
પુનમે પુરા કરકે કોડ, મ્હાલી મંદિરમાંરે લોલ;
મનમાં મળવાનો છે કોડ, ચાંપી શરીરમાંરે લોલ. ૧પ
પંદર તિથી લખી છે શ્યામ, વાંચી વહેલા આવજોરે લોલ;
ભૂમાનંદકહે પૂરણકામ, સંદેશો કહાવજોરે લોલ. ૧૬

મૂળ પદ

પડવે પ્રાણ હરીને પીવ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી