મારો મહારાજ મારો મહારાજ એકધારું બોલ્યા કરું મારો મહારાજ ૧/૧

 મારો મહારાજ મારો મહારાજ;
	એકધારું બોલ્યા કરું મારો મહારાજ;
	દુનિયામાં બીજું કાંઈ નથી મારે કાજ...ટેક.
આંખલડીથી જોયા કરું મારો મહારાજ;
	ચિત્તડામાં પ્રોયા કરું મારો મહારાજ...મારો૦ ૧
શ્રવણમાં સુણ્યા કરું મારો મહારાજ;
	સંભારીને ફૂલ્યાં કરું મારો મહારાજ...મારો૦ ૨
રંગમાં રમાડયા કરું મારો મહારાજ;
	હેતમાં જમાડયાં કરું મારો મહારાજ...મારો૦ ૩
હિંડોળે ઝુલાવ્યા કરું મારો મહારાજ;
	અખંડ બોલાવ્યાં કરું મારો મહારાજ...મારો૦ ૪
સ્નેહમાં સુવાડયા કરું મારો મહારાજ;
	વ્હાલથી જગાડયાં કરું મારો મહારાજ...મારો૦ ૫
‘જ્ઞાન’ કહે વા’લા મને શ્રીજી મહારાજ;
	રાત-દિવસ મનડામાં જપું મહારાજ...મારો૦ ૬ 
 

મૂળ પદ

મારો મહારાજ મારો મહારાજ

મળતા રાગ

ભુપાલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0