અદભૂત દેખી અસવારીજી મોહ પાંમ્યાં નરનારીજી..૫/૬

અદભૂત દેખી અસવારીજી, મોહ પાંમ્યાં નરનારીજી
મેલી લોકની લાજજી, પ્રભુ પધાર્યા તે કાજજી.         ૧
પ્રભુ પધાર્યા તે કારણે, કર્યા ઉછવ શણગાર.
વાલો વધાવી ગયા વારણે, સર્વે નરને નાર.            ર
મંદિર ઝરૂખા માળીયાં, શણગારી માંણેકચોક.
મેલી ઉઘાંડાં જાળીયાં, ઉભા પુરના લોક.                ૩
દેવ ત્રિયા દ્વિજ ભામની, ગ્રહી કર મોતીના થાળ.
ગોખે ચઢી ગજ ગામીની, વધાવા દિનદયાળ.          ૪
છત્રપતિ સન્મુખ આવીયા, ભરત-ખંડનો ભૂપ.
હવેલીમાં પધરાવીયા, આપ્યું સિંહાસન અનુપ.        પ
જામો જરીનો પાઘમાં જરી, નવ ઘરૂ નવલ દુશાલ.
બાંધ્યો શિરપેચ નિરખ્યા હરિ, હાર મણીના લાલ.    ૬
પ્રેમ ઘણે પૂજા કરી, માગ્યું વચન ગ્રહી હાથ.
મંદિર મારે આવો ફરી, ભૂમાતે નંદના નાથ.            ૭

મૂળ પદ

વડતાલથી વાલો આવ્‍યાજી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી