ખેલે હોરી રે ખેલે હોરી..૫/૮

ખેલે હોરી રે, ખેલે હોરી.  ટેક
નિજસખાને સંગ, લઇ પિચકારી હાથમાં.  ખેલે
વાલો તાકી તાકી તન ઉપર્યે...  ખેલે
સહુને નાખેરે, સહુ નાખે,
રસિયોજી રંગ; ફરી ફરી સર્વ સાથમાં. 
વાલો અબીલ ગુલાલ ઉડાવતા...  ખેલે
એવા દેખીરે; એવા દેખી,
વાધ્યો અંગમાં ઉમંગ; ચિત્ત ચોરાણું ગાથમાં. 
હું તો નટવરની નજરે ચડી...  ખેલે
વાલે વાળ્યારે, વાલે વાળ્યા,
ઘણા દિવસના ખંગ; લઇને ભીડી મુને બાથમાં. 
મેં તો લાજ મુકી સર્વ લોકનીરે...  ખેલે
મન પ્રોયુંરે, મન પ્રોયું,
કરી અર્પણ અંગ, ભૂમાનંદના નાથમાં. 

 

મૂળ પદ

રંગ ભરીયારે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી