રસિયાજી રે, રસિયાજી વાળો રસની રેલ, ચિત લેવા રસ ચહાય છે. રસિયાજી ૮/૮

રસિયાજી રે, રસિયાજી. ટેક
વાળો રસની રેલ, ચિત લેવા રસ ચહાય છે. રસિયાજી
સાંભળીને મનોહર મોરલી.... રસિયાજી
નિરખીનેરે, નિરખીને,
નિત નૌતમ ખેલ, જીવલડો અકળાય છે. ૧
આવી છાની હું જોઇને છેવકું.... રસિયાજી
મળવાને રે, મળવાને,
એકાંતે અલબેલ; પળ જુગ જેવી જાય છે.ર
કરો સંકેત સમય સાચવું..... રસિયાજી
નિત્ય આવું રે, નિત્ય આવું,
લઇને જળહેલ; જોબન એળે જાય છે. ૩
પડ્યું મેલ્યું મેં પિયર સાસરૂ.... રસિયાજી
ભૂમાનંદકે રે, ભૂમાનંદકે,
બાંધી તમ સંગે બેલ; તે કાંઇ મિથ્યા થાય છે. ૪

મૂળ પદ

રંગ ભરીયારે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0