જીવનનું મુખ જોઈને સંતો, નેણતણું ફળ લીધું રે ૪/૪

જીવનનું મુખ જોઈને સંતો, નેણતણું ફળ લીધું રે;
	સ્પર્શ કરી પુરુષોત્તમ સંગે, અધર અમૃત પીધું રે...જીવન૦ ૧
આનંદકારી મૂર્તિ એની, નખશિખ પર્યંત નીરખી રે;
	ત્રિવિધ તાપનો ત્યાગ કરીને, રહી હું હૈયામાં હરખી રે...જીવન૦ ૨
મે’ર કરી મુજ ઉપર માવે, અલબેલો અઢળક ઢળિયા રે;
	મનુષ્યજન્મ મારો નજરે આવ્યો, ભીડી ભુજામાં મળિયા રે...જીવન૦ ૩
એ છબી દેખી અલૌકિક એની, તન ધન નાખ્યું વારી રે;
	ભૂમાનંદ કહે અલબેલો, લીધા અંતરમાં ધારી રે...જીવન૦ ૪
 

મૂળ પદ

આવોને અલબેલો જોવા

મળતા રાગ

કેદાર હિંડોરા

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


અજાણ
Studio
Audio
0
0