આ જોને આહિરને આંગણિયે ઝુલે નંદ મહરનો લાલ..૪/૪

 આ જોને આહિરને આંગણિયે, ઝુલે નંદ મહરનો લાલ;

મનમોહન મુખ પંકજ એનું, જોને ઝળકે જીવનનું ભાલ.                     ટેક.
મંદ મંદ હસે છે હોંસિલો, એને ગલીયા પડે બેઉ ગાલ;
દાંત ઝીણા દિસે છે મોહનના, અનુપમ અધરબિંબ લાલ.                    ૧
શિવ શેષ શુક સરખા જોગી, જેનું ધરે નિરંતર ધ્યાન;
ભૂમાનંદ કહે ભાગ્ય જો જસોદાના, જેના સ્તનનું કરે પયપાન.          ર
 

મૂળ પદ

જીવન ઝુલે પારણીયે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી