આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો ૧/૧

 આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો;
	મેડીએ હું તેડું તમને, ભાવથી હું ભેટું તમને...ટેક.
તમારે કાજે તો વ્હાલા સજ્યા શણગાર;
તમારી ઉપર મારે અતિ ઘણો પ્યાર;
	આવીએ હે હરિ અહીં, રોકાશો મા બીજે કહીં...મેડીએ૦ ૧
તન મન ધન હું મારું સર્વ વારું તારી ઉપર;
શૈયા તારે કાજે મેં તો પાથરી છે હરિવર;
	આવીને ચખાડો સુખ, મટાડો વિયોગ દુ:ખ...મેડીએ૦ ૨
મોંઘા મારા માવ, મારો ભાવ જો જો વ્હાલા;
જન્મો જનમથી શ્રીજી, કરું કાલાવાલા;
	સુણીએ વિનંતી મારી, હું તો હરિ દાસી તારી...મેડીએ૦ ૩
જ્ઞાનજીવન કહે રાજી થાઓ મારે માથે;
લોકલાજ તજી મારે રહેવું તારી સાથે;
	ચુંબનની ઝડી કરી, હૈયા ઉપર રાખું હરિ...મેડીએ૦ ૪
 

મૂળ પદ

આવો રે પ્રીતમ મારી મેડીએ રે આવો

મળતા રાગ

ઓ જા રે કુંભાર મારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0