ઓરા આવો વારી રે રંગરેલ પુછુંછું એક વાતડીરે, રસિયાજી તમને.૧/૪

 

ઓરા આવો વારી રે રંગરેલ પુછુંછું એક વાતડીરે, રસિયાજી તમને. ઓરા૦ટેક.
કોલ દેઇને તમે કહોને કયાં ગયા'તા, ઘણી રે કીધી છે મુંથી ઘાતલડી રે. ર૦ ૧
લોચનીયાં રે રંગચોળ થયાં છે, કેને સંગે રમી આવ્યા રાતલડી રે. ર૦ ર
નવસર હારની નોખી રે નોખી, ભલી જો ઉઠી છે હીયે ભાતલડી રે. ર૦ ૩
બ્રહ્માનંદની નાથ મનોહર, શીતળ કરી આવ્યા છાતલડી રે. ર૦ ૪

મૂળ પદ

ઓરા આવો વારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી