ચિત્તમાં લાગી છે મારે ચોટ કાનુડા કેરા નેણની રે, સાહેલીજોને.૪/૪

ચિત્તમાં લાગી છે મારે ચોટ કાનડા કેરા નેણની રે, સાહેલીજોને.  ચિત્તમાં૦ટેક.
લટકાં કરીને મારી* લગની લગાડી, લાવનતા જો મન લેણની રે.  સાહેલી૦ ૧
ચતુરસુજાણ અલોકિક ચલણી, દીઠી છે છબી જો સુખ દેણની રે.   સાહેલી૦ ર
મરમ ભરી અતિ સુંદર મૂર્તિ, વહાલપ લાગી છે એનાં વેણની રે.   સાહેલી૦ ૩
અજબ કળા અતિ દૃષ્ટિ અનોપમ, બ્રહ્માનંદના સેણની રે.  સાહેલી૦ ૪ 

મૂળ પદ

ઓરા આવો વારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી