દિલડારો દીવો મારે હો કેસરભીનો કાન છે જી..૨/૪

દિલડારો દીવો મારે હો, કેસરભીનો કાન છે જી. દી૦ટેક.
ગીત મધુરાં ગાવે મોરલી બજાવે આછી, મુખમેં ચાવે બીડાં પાન છે જી. દી૦ ૧
ઉપરણી સોનેરી રેઝીણી પાઘડી અલૌકિક, વહાલોજી રંગીલો ભીનેવાન છે જી.દી૦ ર
જમનાને તીરે ઉભો શ્યામળો ગુમાની, ચિત્તડું લેવાની મન તાન છે જી. દી૦ ૩
બ્રહ્માનંદ કહે એહી મૂર્તિરો, રાત દિવસ મારે ધ્યાન છે જી. દી૦ ૪

મૂળ પદ

નથડીરો મોતી મારે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી