આંખડલીરો તારો પ્યારો લટકાળો લાલ છે જી રે..૩/૪

 

આંખડલીરો તારો પ્યારો રે, લટકાળો લાલ છે જી. આં૦ટેક.
આંખડલીરો તારો પ્યારો નંદરો દુલારો, ચિત્તડાંમેં રાખ્યા જેસી ચાલ છે જી. આં૦ ૧
નવલ રંગીલો નેણાં કુંડળ જડાઉ કાને, પ્રેમીજન કેરો ધનમાલ છે જી. આં૦ર
ચંદન વિરાજે ખોર શ્યામરો ગુમાની, ઓઢી લીધી નવલદુસાલ છે જી. આં૦ ૩
બ્રહ્માનંદ કેરો શ્યામ દોયલી વેળાતણો દામ, જગતજીત્યાની મારે ઢાલ છે જી. આં૦ ૪

મૂળ પદ

નથડીરો મોતી મારે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી