તીખાં તીખાં લોચનીયાંને તાંણીને, મારેલ બાણે..૩/૪

તીખાં તીખાં લોચનીયાંને તાંણીને, મારેલ બાણે. તી૦ટેક.
લટકાળા નંદજીનેરે લાલે, જોયું મુજ સામું એણે જાણીને. મા૦ ૧
વ્રજજીવન મારું મનડું વેંઘ્યું, ખબર નહીં સૈયર સમાણીને. મા૦ ર
કરવું ભૂલી કામ મંદિરીઆનું, ભરવું ભૂલી ગઇ પાણીને. મા૦ ૩
બ્રહ્માનંદ કહે જગ વિસરાયો, દેખું એક મહીડા કેરા દાણીને. મા૦ ૪

મૂળ પદ

પ્રીતડી કરીને રાખું પ્યારાને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી