કોડીલા કાનનાં રે લાગ્યાં આંખડલીનાં તીર, હિયામાં...૪/૪

કોડીલા કાનનાં રે લાગ્યાં, આંખડલીનાં તીર, હિયામાં.    કે૦ટેક.
હાંરે હો ગાયને વાડે ગુણીયેલઇને, દોહવા હું ગઇ'તી ખીર,  હિયામાં ;     
સામું જોઇ ચકચુર કરી, મુને વ્રજવાસી બળવીર. હિયામાં.  કે૦ ૧
હાંરે હો ભાળતાં પહેલું મનડું ભેદ્યું, રહી નહીં અંતર ધીર ;  હિયામાં ;     
બ્હારલાં માણસ કોઉ ન બુઝે, ઉંડો ઘાવ ગંભીર, હિયામાં.  કે૦ ર
હાંરે હો બાણ નટવર નાથનાં લાગ્યાં, રહ્યું ન હાથ શરીર,  હિયામાં ;      
બ્રહ્માનંદ કહે પીડ ઘણી જેમ, મછલું થોડે નીર, હિયામાં.   કે૦ ૩ 

મૂળ પદ

નટવર નેણની રે થઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી