કયાં ગયો કાનુડો રે સાનમાં ચિત્ત લઇને રે..૨/૪

 

કયાં ગયો કાનુડો રે, સાનમાં ચિત્ત લઇને રે. કયાં૦ટેક.
તનડાની હું તો સુધબુધ ભૂલી, મોરલી વજાડી ધીરે રહીને રે. કયાં૦ ૧
વ્યાકુળ થઇને વન વન ઢુંઢું, દિલાસા ખોટા અમને દઇને રે. કયાં૦ ર
હું ઉભી રે એનો માર્ગ હેરું, કોઇને સંગ ન મેલું કહીને રે. કયાં૦ ૩
બ્રહ્માનંદના નાથને સારું, ડોલું છું દિલ દીવાની થઇને રે. કયાં૦ ૪

મૂળ પદ

મુને કીઘલ કાન રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી