પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી ભલે પધાર્યા વ્હાલા સંતો સાથે સ્વામી ૧/૧

 પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી;
ભલે પધાર્યા વ્હાલા સંતો સાથે સ્વામી;
	તમે મળ્યા સર્વ મળ્યું, હરિ સાથે હૈયું મળ્યું;
	મૂર્તિ કેરું સુખ મળ્યું, અતિ આનંદ પામી રે...પધારો૦ ૧
મોતીડે વધાવું ને આરતી ઉતારું;
નીરખી નીરખીને મૂર્તિ હૈયામાં ઉતારું;
	કે’દાડાના રાહ જોતા, આવ્યા મારું મન મો’તા;
	હસતાં હસતાં સામું જોતા, ભલે આવ્યા સ્વામી રે...પધારો૦ ૨
અમારું સર્વે વ્હાલા જાણજો તમારું;
તમારું રૂપ મને લાગે પ્યારું પ્યારું;
	સર્વોપરી મારા હરિ, આજ તમે દયા કરી;
	સુખે મારી છાતી ભરી, હૈયે ગયા જામી રે...પધારો૦ ૩
સુખાળી મૂરતિ આ કેવી લાગે રૂડી;
તમે જ એક મારે અંતકાળે મૂડી;
	જ્ઞાનસખીના પ્રાણ પ્યારા, છોજી તમે એક મારા;
	માફ કરી ગુન્હા મારા, રાજી રહેજ્યો સ્વામી રે...પધારો૦ ૪
 

મૂળ પદ

પધારો પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી

મળતા રાગ

ઉતારો આરતિ શ્રીકૃષ્ણ ઘેરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0