કામણ કાનુડો કાંઇ જાણે રે, કામણ કાનુડો કાંઇ જાણે રે..૧/૮

કામણ કાનુડો કાંઇ જાણે રે, કામણ કાનુડો કાંઇ જાણે રે ; 
એણે મંત્ર સાધ્યા છે કો ટાંણે રે. 			ટેક.
નજરોનજર થયાં ન ચલાય, પડી જવાય છે પરાણે રે. 	કા૦ ૧
ચિત્તડામાં ચકચૂર થઇને, ઠોર કહેવાય તે ઠેકાણે રે. 		કા૦ ર
મોરલડી વાતો મરમાળો, સામું જોઇને ચિત્ત તાણે રે. 	કા૦ ૩
બ્રહ્માનંદના નાથના જાદુ, ન મળે દીધે કાંઇ નાણે રે. 	કા૦૪

મૂળ પદ

કામણ કાનુડો કાંઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી