જમુના હું ગઇ’તી આજ પાણી રે, જમુના હું ગઇતી આજ પાણી રે..૨/૮

જમુના હું ગઇ'તી આજ પાણી રે, જમુના હું ગઇતી આજ પાણી રે ;       
મુને મળીયલ મોહન દાણી રે.    જ૦ટેક.
આડો આવ્યો છેલ અચાનક, એકલડી મુને જાણી રે.       જ૦ ૧
મનમોહને હૈડા વીચ માર્યો, તીર નયનનો તાણી રે.       જ૦ ર
ઘાવ લાગ્યો રે ઘર દૂર થઇ ગયું, મારગમાં અટકાણી રે.  જ૦ ૩
બ્રહ્માનંદ કહે તો જ જીવાય, વૈદ દેખાડો કાનો આણી રે.  જ૦ ૪ 

મૂળ પદ

કામણ કાનુડો કાંઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી