કાનુડે ધૂતારે ઘેલી મુને કીધી રે અલબેલે વહાલે..૧/૪

 

કાનડે ધૂતારે ઘેલી મુને કીધી રે, અલબેલે વહાલે. ક૦ટેક.
કાંઇ કાંઇ કામણ મોરલીનાં કીધાં, સુધબુધ સર્વે હરી લીધી રે. અ૦ ૧
ભોલી મુજને દેખી ભરમાવી, વચન સુણાવી મનડે વીંધી રે. અ૦ ર
ઘેલી થઇ ગૃહ કાજ જ સુઝે, લોકલજ્યા તજી દીધી રે. અ૦ ૩
શ્રીરંગના સ્વામી સંગ રમતાં, ટળિયા તાપ ત્રિવિધિ રે. અ૦ ૪

મૂળ પદ

કાનડે ધૂતારે ઘેલી મુને કીધી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી